ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 23, 2025 1:54 પી એમ(PM)

printer

ભારતીય સેનાએ નિયંત્રણ રેખા નજીક ઉરીમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા બે સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી નાળા વિસ્તારમાં, સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.આ દરમિયાન સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.    
સેનાના ચિનાર કોર્પ્સે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું હતું કે હતું કે,સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો અને બે આતંકવાદીઓમાર્યા ગયા હતા. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો, દારૂગોળોઅનેઅન્ય યુદ્ધ સામગ્રી મળી આવી છે. બે એકે 47, એક પિસ્તોલ અને આઈઇડી પણ મળી આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ