ભારતીય સેનાએ નવી દિલ્હીમાં સરકારની મુખ્ય પહેલ ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ(iDEX)દ્વારા આઠમા ખરીદ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, ક્વોન્ટમ સિક્યોરની પ્રથમ પેઢીની ખરીદી માટે ક્યુએનયુ લેબ્સસાથે કરાર પર ગઈકાલે સેનાના નાયબ વડા લેફ્ટનન્ટ જનરલ એન.સી. રાજા સુબ્રમણિની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરાયાં છે.આ કરાર એલ્ગોરિધમ-આધારિત એન્ક્રિપ્શન સિસ્ટમ્સને બદલશે અને વધુ સુરક્ષા પ્રદાન કરશે. હાલમાં ભારતીય સેના પાસે iDEX હેઠળ કુલ 74 પ્રોજેક્ટ્સ છે આમાં, ભારતીય સેના માટે નવીનતમ અત્યાધુનિક ઉકેલો વિકસાવવા માટે 77 સ્ટાર્ટઅપ્સને સહાય પૂરી પાડવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 4:18 પી એમ(PM)
ભારતીય સેનાએ નવી દિલ્હીમાં સરકારની મુખ્ય પહેલ ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ(iDEX)દ્વારા આઠમા ખરીદ કરાર પર હસ્તાક્ષર કર્યા
