ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 2:44 પી એમ(PM)

printer

ભારતીય સેનાએ ઉત્તરીય કમાન્ડમાં સ્વદેશી બનાવટની 550 અસ્મિ મશીન પિસ્તોલને સામેલ કરી

ભારતીય સેનાએ ઉત્તરીય કમાન્ડમાં 550 અસ્મિ મશીન પિસ્તોલને સામેલ કરી છે. ભારતીય સેનાના કર્નલ પ્રસાદ બંસોડે ડીઆરડીઓ સાથેના સંયુક્ત રીતે આ પિસ્તોલ વિકસાવી છે, જેનું નિર્માણ હૈદરાબાદની એક કંપનીએ કર્યું છે.
ભારતમાં તૈયાર થયેલ આ પિસ્તોલ આત્મનિર્ભર ભારતની ઝુંબેશ પ્રત્યે સૈન્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ બંદૂકની વિશેષતા એ છે કે તેમાં બેરલની લંબાઈ ઘટાડ્યા વિના કુલ લંબાઈને ઓછી કરી શકાય છે. નજીકની લડાઈ અને વિશેષ અભિયાનોને ધ્યાનમાં રાખીને તેને તૈયાર કરવામાં આવી છે. તે પિસ્તોલ અને સબમશીન ગન એમ બે અસરકારક રીતે કામ કરે છે.