ભારતીય શેરબજારોમાં આજે ચોથા દિવસે પણ ઉછાળો જોવા મળ્યો હતો. મહત્વના સૂચકાંક સેન્સેક્સ અને નિફટી એક ટકાથી વધુ તેજી સાથે બંધ રહ્યા હતા. અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજદર યથાવત રાખતા ભારતીય બજારે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.
સેન્સેક્સ 899 પોઇન્ટ વધીને 76 હજાર 348 અને નિફ્ટી-50 283 પોઇન્ટ વધીને 23 હજાર 190 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. રૂપિયો ડોલર સામે આઠ પૈસા વધીને 86.36 પર બંધ રહ્યો હતો.
Site Admin | માર્ચ 20, 2025 8:07 પી એમ(PM)
ભારતીય શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીઃ સેન્સેક્સ અને નિફટીમાં એક ટકાનો ઉછાળો
