ભારતીય શટલર આયુષ શેટ્ટીએ આજે હોંગકોંગ ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપના બીજા ક્રમાંકિત જાપાનના કોડાઈ નારોકાને હરાવીને પુરુષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં આયુષનો મુકાબલો ભારતીય ખેલાડી લક્ષ્ય સેન સામે થશે. અગાઉ, ભારતની ટોચની મેન્સ ડબલ્સ જોડી, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રેન્કીરેડ્ડી અને શેટ્ટીનો આગામી મુકાબલો આવતીકાલે મલેશિયા સામે થશે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 7:47 પી એમ(PM)
ભારતીય શટલર આયુષ શેટ્ટીએ હોંગકોંગ ઓપન સુપર 500 બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો