ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કરી દીધા છે.એક નિવેદનમાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ વય જૂથ માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) ચાર્જ માફ કરવાનો નિર્ણય પહેલી ઓક્ટોબરથી અમલમાં આવી ગયો છે અને એક વર્ષ માટે અમલમાં રહેશે. આ નિર્ણયથી દેશભરના આશરે છ કરોડ બાળકોને લાભ થવાની અપેક્ષા છે.
Site Admin | ઓક્ટોબર 5, 2025 8:11 એ એમ (AM)
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કર્યા
