ઓક્ટોબર 27, 2024 4:27 પી એમ(PM)

printer

ભારતીય વિચારમંચ-ભાવનગર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલય, ભારતીય શોધ સંસ્થાન અને ઓજ ઇન્સ્ટિટયૂટના સહયોગથી આયોજિત બે દિવસીય સૌરાષ્ટ્ર લોકમંથન કાર્યક્રમનું આજે સમાપન થયું છે

ભારતીય વિચારમંચ-ભાવનગર દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલય, ભારતીય શોધ સંસ્થાન અને ઓજ ઇન્સ્ટિટયૂટના સહયોગથી આયોજિત બે દિવસીય સૌરાષ્ટ્ર લોકમંથન કાર્યક્રમનું આજે સમાપન થયું છે. આ પ્રસંગે લોકવિદ્યાના જાણકાર ડૉ.બળવંત જાનીએ લોકમંથન વિષે જણાવતા કહ્યું કે લોક મંથન તે સમયની માંગ છે. આપણી સંસ્કૃતિના મૂળ જ્યાં જોડાયેલા છે તેને આપણે સમજવા પડશે અને તેની સાથે ફરી જોડાવું પડશે.
અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે લોકમંથનના સમાપન દિવસે જાણીતા વાર્તાકાર રામ મોરીએ લોકગીતો અને લોક પરંપરામાં સચવાયેલા આપણા મૂલ્યો અને આ સાહિત્ય દ્વારા તે સમયની વાતો કઈ રીતે કહેવાયેલી છે તેની રસપ્રદ બાબતો પોતાની રસાળ શ્રેણીમાં રજૂ કરી હતી. સમાપન સત્રમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલયના કાર્યભરી કુલ સચિવ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.