એપ્રિલ 21, 2025 9:47 એ એમ (AM)

printer

ભારતીય વાયુસેના UAEમાં ‘ડેઝર્ટ ફ્લેગ-10’ કવાયતમાં જોડાઈ

ભારતીય વાયુસેનાની ટુકડી ડેઝર્ટ ફ્લેગ-10, કવાયતમાં ભાગ લેવા માટે સંયુક્ત આરબ અમીરાતના અલ ધફરા એર બેઝ પર પહોંચી ગઈ છે. આ કવાયત UAE દ્વારા યોજાઈ રહી છે, જેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહેરીન, ફ્રાન્સ, જર્મની, કતાર, સાઉદી અરેબિયા, કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકાની વાયુસેના ભાગ લઈ રહયા છે.આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના સૌથી સક્ષમ વાયુસેનાઓ સાથે ઓપરેશનલ જ્ઞાન અને શ્રેષ્ઠ તકનીકોનું આદાનપ્રદાન કરવાનો છે. આજથી શરૂ થતી આ કવાયત આવતા મહિનાની 8મી તારીખ સુધી ચાલુ રહેશે.