ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 2, 2025 2:36 પી એમ(PM)

printer

ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠ નિમિત્તે, વાયુસેના દ્વારા ગાંધીનગરમાં ‘સેખોન ઇન્ડિયન એરફોર્સ મૅરેથોન 2025’ યોજાઈ.

ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠ નિમિત્તે, વાયુસેના દ્વારા ગાંધીનગરમાં ‘સેખોન ઇન્ડિયન એરફોર્સ મૅરેથોન 2025’ યોજાઈ. ફ્લાઇન્ગ ઑફિસર નિર્મલજિત સિંહ સેખોનને શ્રદ્ધાંજલિ આપવા દક્ષિણ પશ્ચિમ ઍર-કમાન્ડ મુખ્યમથક ખાતે આ મૅરેથોનનું આયોજન કરાયું.
સાઉથ વૅસ્ટર્ન ઍર કમાન્ડના ઍર ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ ઍર માર્શલ નગેશ કપૂરે 21, 10 અને પાંચ કિલોમીટરની મૅરેથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમાં 800 જેટલા લોકોએ ભાગ લીધો હતો તેમ વિન્ગ કમાન્ડર પી. એસ. રાઠોડે જણાવ્યું.