ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 7:37 પી એમ(PM)

printer

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરૉબેટિક ટુકડી આજે વડોદરામાં ઍરોબેટિક પ્રદર્શન કર્યું હતુ

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરૉબેટિક ટુકડી આજે વડોદરામાં ઍરોબેટિક પ્રદર્શન કર્યું હતુ. સૂર્યકિરણ એરોબિટિક ટુકડી દ્વારા કરાયેલા દિલધડક કરતબોથી વડોદરાનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. એર શૉ દરમિયાન આ સાહસિવીરોએ  લૂપ્સ, રૉલ્સ, હેડ-ઑન ક્રૉસ,બઝ અને ઈન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા ઍરોબેટિકદાવપેચનું પ્રદર્શન કર્યુ હતુ. આ એરશો દરમિયાન  લોકપ્રિય DNAદાવપેચ પણ રજૂ કરાયા હતા, જેમાં 5 વિમાન સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના કરી હતી.વડોદરા બાદ  વાયુસેનાની આ ટુકડી 25 અને 26 જાન્યુઆરીએ જામનગર, 29જાન્યુઆરીએ નલિયા અને 31 જાન્યુઆરી તેમજ પહેલી ફેબ્રુઆરીએ ભુજમાં એર-શૉ યોજશે.