ભારતીય વાયુસેનાએ જમ્મુ અને ઉત્તર પંજાબમાં વધતા જળસ્તર અને વિનાશક પૂરને લઈ વ્યાપક રાહત અને બચાવ અભિયાન હાથ ધર્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, વાયુસેનાએ પીડિતોને મદદ માટે હૅલિકૉપ્ટર કાફલો, પરિવહન વિમાન અને વાયુસેનાના અન્ય સાધનો તહેનાત કર્યા છે.સંરક્ષણ મંત્રાલયે જમ્મુના અખનૂર, પંજાબના પઠાનકોટ અને ડેરાબાબા નાનક ક્ષેત્રમાં સશસ્ત્ર કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલા જીવન બચાવ કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો. મંત્રાલયે જણાવ્યું, વાયુસેના પરિસ્થિતિ મુજબ વધુ કામગીરી હાથ ધરવા તૈયાર છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:45 એ એમ (AM)
ભારતીય વાયુસેનાએ જમ્મુ અને ઉત્તર પંજાબમાં વધતા જળસ્તર અને વિનાશક પૂરને લઈ રાહત અને બચાવ અભિયાન હાથ ધર્યું
