ભારતીય વાયુસેનાએ આજે ચંદીગઢમાં મિગ-૨૧ વિમાનને રાષ્ટ્રની સેવામાં છ દાયકા બાદ વિદાય આપી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ વિમાનને સેવાનિવૃત્ત કરવામાં આવ્યું.
એર ચીફ માર્શલ એપી સિંહે સ્ક્વોડ્રનની છેલ્લી ઉડાન બાદલ ૩ સાથે ઉડાવી હતી. ચીન-ભારત યુદ્ધ પછી ૧૯૬૩માં ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલ, મિગ ૨૧ દેશનું પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ હતું. આ વિમાને ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ વિમાને પાકિસ્તાની વાયુસેનાને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 2:08 પી એમ(PM)
ભારતીય વાયુસેનાએ ચંદીગઢમાં મિગ-૨૧ વિમાનને રાષ્ટ્રની સેવામાં છ દાયકા બાદ વિદાય આપી
