ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 7, 2025 8:57 એ એમ (AM)

printer

ભારતીય લોકસેવામાં ઉત્તીર્ણ થયેલા ગુજરાતના ઉમેદવારોનું સન્માન કરતાં આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત કેન ડુ એન્ડ ગુજરાતી કેન ડુ

ગુજરાત કેન ડુ એન્ડ ગુજરાતી કેન ડુ’ તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એસોસિએશન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ’ એલ્યુમ્ની દ્વારા અમદાવાદમાં યોજાયેલા સન્માન સમારંભમાં કહ્યું હતું.વર્ષ 2023 અને 2024ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ 61 તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમ આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.તેમણે ઉમેર્યું કે, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાજનેતાઓ સાથે બ્યુરોક્રેટ્સના શિરે પણ છે. સરકારના નિર્ણયોને અસરકારક રીતે અમલી બનાવી, વિવિધતામાં એકતાની વિચારધારા સાથે જે પણ રાજ્યમાં સેવા કરવાનો અવસર મળે, ત્યાંની સંસ્કૃતિને સમજીને છેવાડાના માનવી સુધી પહોંચવું એ જ અધિકારીનો પરમ ધર્મ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ