ભારતીય રેલ્વે વિશ્વની સૌથી વધુ વીજળીકૃત રેલ્વે સિસ્ટમોમાંની એક બની ગઈ છે. દેશમાં લગભગ 70 હજાર કિલોમીટર લાંબી બ્રોડગેજ લાઇન પર ટ્રેનો હવે વીજળી પર ચાલે છે. દેશના 99 ટકાથી વધુ રેલ્વે નેટવર્કનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.2004થી 2014ની વચ્ચે, દરરોજ આશરે દોઢ કિલોમીટર રેલ્વે લાઇનનું વીજળીકરણ કરવામાં આવતું હતું, જે છેલ્લા છ વર્ષમાં વધીને 15 કિલોમીટરથી વધુ પ્રતિ દિવસ થયું છે. રેલ્વે હવે નવીનીકરણીય ઉર્જાનો વધુ ઉપયોગ કરી રહી છે.ગયા વર્ષે નવેમ્બરમાં, રેલ્વેની સૌર ઉર્જા ક્ષમતા આશરે 900 મેગાવોટ સુધી પહોંચી ગઈ હતી, જે 2014માં ચાર મેગાવોટથી ઓછી હતી.
Site Admin | જાન્યુઆરી 7, 2026 9:32 એ એમ (AM)
ભારતીય રેલ્વે વિશ્વની સૌથી વધુ વીજળીકૃત રેલ્વે સિસ્ટમોમાંની એક