રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રિત પ્રયાસો, નવીનતા અને સ્વદેશીકરણ ભારતીય રેલ્વેને વિશ્વ કક્ષાના નેટવર્કમાં પરિવર્તિત કરી રહ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે અમૃત ભારત ટ્રેનો દ્વારા નોન-એસી મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કર્યા પછી, ભારતીય રેલ્વે ટૂંક સમયમાં પ્રથમ વંદે ભારત એસી સ્લીપર ટ્રેન ચલાવશે. મંત્રાલયે જણાવ્યું કે આ મહિનાની 26મી તારીખ સુધીમાં કુલ 164 વંદે ભારત ટ્રેનો કાર્યરત હતી.
મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25,000 કરોડ રૂ. થી વધુના ખર્ચે 42 રેલ્વે પ્રોજેક્ટ્સ સમર્પિત કર્યા, 13 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને 21 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો.
મંત્રાલયે જણાવ્યું કે ઈ-ટિકિટિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરનારાઓને ઓળખવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે
Site Admin | ડિસેમ્બર 29, 2025 10:24 એ એમ (AM) | indiarail | rail | railfecility | Train | vandhebharatsleepar
ભારતીય રેલ્વે ટૂંક સમયમાં પ્રથમ વંદે ભારત એસી સ્લીપર ટ્રેન ચલાવશે