જાન્યુઆરી 18, 2026 7:41 પી એમ(PM)

printer

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરશે.

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવાની યોજના ધરાવે છે.
રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં 7 હજાર 500 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, અને પાછલા નાણાકીય વર્ષમાં 6 હજાર 800 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
મંત્રાલયે જણાવ્યું કે, હાઇ-સ્પીડ ટ્રેકની લંબાઈ લગભગ બમણી થઈ ગઈ છે, જે 2014 માં 31 હજાર કિલોમીટરથી વધુ હતી જે હવે 84 હજાર કિલોમીટરથી વધુ થઈ ગઈ છે. આનાથી 80 ટકા રેલ નેટવર્ક પર 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સંચાલન શક્ય બને છે.