રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતીય રેલ્વેમાં કવચ સિસ્ટમના બે હજાર કિલોમીટરથી વધુ રૂટ કાર્યરત કરવામાં આવ્યા છે. મુસાફરો અને ટ્રેન સંચાલનની સલામતી વધારવા માટે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ, કવચ રજૂ કરવામાં આવી છે.
આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, રેલ્વેએ ચાર હજાર 154 લોકોમોટિવ પર સ્વદેશી રીતે વિકસિત કવચ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ સફળતાપૂર્વક સ્થાપિત કરી છે.
તેમણે કહ્યું કે, કવચની પ્રગતિ ખૂબ જ ઝડપી છે અને 40 હજારથી વધુ ટેકનિશિયન અને ઓપરેટરોને કવચ સિસ્ટમની તાલીમ આપવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 17, 2025 1:50 પી એમ(PM)
ભારતીય રેલ્વેમાં કવચ સિસ્ટમના બે હજાર કિલોમીટરથી વધુ રૂટ કાર્યરત