ભારતીય રેલ્વેએ ભારત સરકારના “દેખો અપના દેશ” અને “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી છે.જે અંતર્ગત IRCTC દ્વારા”ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા”માં હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી, કટરા, મથુરા, વૃંદાવન અને આગ્રાની માટે ખાસ પ્રવાસી ટ્રેન પેકેજ શરૂ કરી રહી છે.બહુપ્રતિક્ષિત ટ્રેન પ્રવાસ સોમવાર 17 એપ્રિલ 2025 નારોજ પુણે રેલ્વે સ્ટેશનથી 09 રાત / 10 દિવસના પ્રવાસ કાર્યક્રમ સાથે રવાના થશે. પ્રવાસ દરમિયાન સલામત અને સ્વસ્થ મુસાફરી પૂરી પાડીને IRCTC પ્રવાસીઓને આરોગ્યની તમામ જરૂરી સાવચેતીઓનું પણ ધ્યાન રાખી રહ્યું છે. વધુ વિગતો માટે, તમે IRCTC વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
Site Admin | માર્ચ 21, 2025 6:25 પી એમ(PM) | IRCTC
ભારતીય રેલ્વેએ ભારત સરકારના “દેખો અપના દેશ” અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી
