ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2024 9:45 એ એમ (AM)

printer

ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં 4 હજાર 521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી

ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં 4 હજાર 521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી છે. છઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગ 8 થી 11 નવેમ્બર સુધી દરરોજ 160 વિશેષ ટ્રેનો દોડાવશે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા જરૂરિયાત મુજબ સમસ્તીપુર, દાનાપુર અને અન્ય વિભાગો માટે વધારાની ટ્રેનોની પણ જાહેરાત કરવામાં આવી છે. 4થી નવેમ્બરના રોજ ભારતીય રેલ્વેએ 120 લાખથી વધુ મુસાફરોને મુસાફરીની સુવિધા આપી હતી. એક દિવસમાં સૌથી વધુ રેલવે પ્રવાસીઓની મુસાફરીનો આ વિક્રમ છે. સોમવારે 20 લાખ આરક્ષિત અને એક કરોડ અનઆરક્ષિત પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. તહેવારોની ભીડને પહોંચી વળવા માટે 1લી ઓક્ટોબરથી 30મી નવેમ્બરની વચ્ચે 7 હજાર 600થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે ઉલ્લેખનીય છે કે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 73 ટકા વધારે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.