મે 4, 2025 10:00 એ એમ (AM)

printer

ભારતીય રેલ્વેએ ચાર ધામ યાત્રા માટે ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન શરૂ કરી

ભારતીય રેલ્વેએ ચાર ધામ યાત્રા માટે ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન બદ્રીનાથ, જોશીમઠ, ઋષિકેશ, પુરી, કોણાર્ક, રામેશ્વરમ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત કાશી વિશ્વનાથ, ભીમશંકર, ત્ર્યંબકેશ્વર જેવા અન્ય ધાર્મિક સ્થળોને આવરી લેશે. આ ટ્રેન કુલ આઠ હજાર 425 કિલોમીટરનું અંતર કાપશે. આ ખાસ ટ્રેન આ મહિનાની 27મી તારીખે દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી ઉપડશે અને 17 દિવસમાં દેશના ચારેય ધામો અને અન્ય ધાર્મિક સ્થળોને આવરી લેશે. મુસાફરો ટ્રેનની ટિકિટ I.R.C.T.C. વેબસાઇટ પર બુક કરાવી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.