ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આ વર્ષે રેલવે મુસાફરોની સરળતા માટે ગયા વર્ષની સરખામણીમાં બે હજાર પાંચસો વધારાની ટ્રેનોનું સંચાલન કરી રહી છે.
તાજેતરમાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ગયા વર્ષે ચાર હજાર પાંચસો ટ્રેનોની સરખામણીએ આ વર્ષે વિશેષ ટ્રેનોની સંખ્યા વધીને સાત હજાર થઈ ગઈ છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે સ્ટેશનો પર વધારાના ટિકિટ કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા છે. મુસાફરોની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન, પૂછપરછ કાઉન્ટર, પાણી અને ભોજનની સુવિધા તથા મોબાઈલ ટોઈલેટની પણ સ્થાપના કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:51 પી એમ(PM)
ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે
