ભારતીય રેલવે તહેવારોને જોતા પ્રવાસીઓની સુવિધાઓ માટે આજે દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે લગભગ વીસ નવી ટ્રેનો ચલાવી રહ્યું છે. જેમાં દરભંગા, બરૌની, પટણા, કટરા, મુઝફ્ફરપુર, બલિયા, કામખ્યા અને આઝમગઢ માટે વિશેષ ટ્રેન શરૂ કરાઈ છે.
આ ઉપરાંત ઉત્તર ભારતમાં પ્રચલિત છઠ પૂજા માટે બેથી આઠ તારીખ સુધીમાં 145થી વધુ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જે દ્વારા પ્રતિદિવસ અંદાજે બે લાખ વધારાના મુસાફરો માટે મુસાફરી સુલભ બનાવાઈ રહી છે. પહેલી ઓક્ટોબરથી ત્રીસ નવેમ્બર વચ્ચે અંદાજે સાત હજાર જેટલી વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે. આ દરમિયાન એક કરોડથી પણ વધારે મુસાફરોને તેનો લાભ થશે.
Site Admin | નવેમ્બર 3, 2024 7:53 પી એમ(PM) | ભારતીય રેલવે
ભારતીય રેલવે તહેવારોને જોતા પ્રવાસીઓની સુવિધાઓ માટે આજે દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે લગભગ વીસ નવી ટ્રેનો ચલાવી રહ્યું છે.
