ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 14, 2024 3:17 પી એમ(PM)

printer

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 વધુ ટ્રેનોની ઓળખ કરીને તેમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નવા કોચ ઉમેરવાની વ્યવસ્થા જે ટ્રેનોમાં કરાઇ છે જેમાં ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,વેરાવળ બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ,ભુજ દાદર સયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિતની અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનોમાં વધારાના કોચ જોડવાથી સામાન્ય જનતાની મુસાફરી આરામદાયક બનશે તેમ રેલવે તંત્ર દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.