ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 7:32 પી એમ(PM) | રેલવે

printer

ભારતીય રેલવે આ તહેવારોની મોસમમાં રેલેવનાં મુસાફરોની સગવડતા માટે દેશભરમાં વિશેષ ટ્રેન સેવાઓ ચલાવી રહી છે

ભારતીય રેલવે આ તહેવારોની મોસમમાં રેલેવનાં મુસાફરોની સગવડતા માટે દેશભરમાં વિશેષ ટ્રેન સેવાઓ ચલાવી રહી છે. દર વર્ષે, રેલવે લાખો પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે, અગાઉનાં વર્ષોની સરખામણીમાં બે હજાર 800 વિશેષ ટ્રેનોનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે, આ મોસમમાં આશરે 4 હજાર 500 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી.
આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં દિલ્હીનાં વિભાગીય રેલવે મેનેજર સુખવિન્દર સિંહે જણાવ્યું હતું કે, તહેવારને ધ્યાનમાં રાખતા ટ્રેનોમાં રિઝર્વેશન વગરનાં કોચની સંખ્યા વધારવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે વધારાની 123 નિયમિત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.