ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 25, 2024 2:27 પી એમ(PM)

printer

ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું કે, ભારત પરિવર્તનલક્ષી ફેરફાર માટે ડિજિટલ ટેક્નૉલોજીનો લાભ ઉઠાવવામાં વિશ્વમાં અગ્રણી બનીને આગળ આવ્યું છે

ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું કે, ભારત પરિવર્તનલક્ષી ફેરફાર માટે ડિજિટલ ટેક્નૉલોજીનો લાભ ઉઠાવવામાં વિશ્વમાં અગ્રણી બનીને આગળ આવ્યું છે. એટલે એકીકૃત ચૂકવણી પદ્ધતિ- UPIનું આંતર-રાષ્ટ્રીયકરણ ઝડપતી આગળ વધી રહ્યું છે. બેન્કના જણાવ્યા અનુસાર, UPIની ક્ષમતાઓમાં સુધારણાની સાથે ઑક્ટોબરમાં UPIના માધ્યમથી 16.6 અબજના વ્યવહાર થયા, જે મહત્વપૂર્ણ છે. આમાં 86 ટકા સુધીની ચૂકવણીઓનું તાત્કાલિક સફળ રિફંડ સામેલ છે.
રિઝર્વ બેન્કના નાયબ ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાએ કહ્યું કે, ભારતનું UPI, એક ખૂલ્લી પ્રણાલી છે, જેમાં જોડાયેલી કોઈ પણ બેન્કની એક જ મૉબાઈલ એપ્લિકેશનમાં અનેક બેન્ક ખાતાના ઉપયોગની સુવિધા મળે છે. તેના માધ્યમથી અલગ-અલગ બેન્કો વચ્ચે એકબીજાની સાથે અને લોકોનો વેપારીઓ વચ્ચે લેવડદેવડની પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી છે. શ્રી પાત્રાના મતે, ડિજિટલ ક્રેડિટના ક્ષેત્રમાં એકાઉન્ડ એગ્રીગેટર, ઓસીઈએન અને ઓએનડીસી પર નાણાકીય સેવાઓ જેવી નવીનતાઓમાં પણ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ