ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 6, 2025 8:08 એ એમ (AM)

printer

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા જાહેર કરશે

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા જાહેર કરશે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં, રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ રેપો રેટમાં ઘટાડા અંગે નિર્ણય લેવા માટે બુધવારથી ચાલી રહેલી ત્રિ દિવસીય બેઠક બાદ આજે જાહેરાત કરશે. આ બેઠકમાં અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ નિષ્ણાતોના મતે, સેન્ટ્રલ બેંક રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ત્રીજો ઘટાડો કરીને 5.75 ટકા કરે તેવી શક્યતા છે.
SBIના એક નવા અહેવાલમાં આજની નીતિ સમીક્ષામાં 50 બેસિસ પોઈન્ટનો મેગા રેટ ઘટાડાનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે અગાઉની બે નાણાકીય નીતિ સમીક્ષાઓમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 6 ટકા કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ