ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ સંબંધિત માસિક આંકડા જાહેર કર્યાં છે. ગઈકાલે જારી કરાયેલા આંકડામાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓને ધિરાણમાં લગભગ 18 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ઉદ્યોગ ધિરાણમાં પણ લગભગ 10 ટકાનો વધારો થયો છે. રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, ખાદ્ય સંસ્કરણ, પેટ્રોલિયમ અને માળખાગત ધિરાણ જેવા મુખ્ય ઉદ્યોગોમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, સેવા ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનામાં તેમાં 15.6 ટકાનો વધારો થયો હતો જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં આમાં 21 ટકાનો વધારો થયો હતો. આનું કારણ નોન-બેંકિંગ કંપનીઓમાં ઓછી ધિરાણ વૃદ્ધિ છે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 4:14 પી એમ(PM)
ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ સંબંધિત માસિક આંકડા જાહેર કર્યાં
