ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 8, 2024 1:47 પી એમ(PM) | દ્વૌપદી મુર્મુ

printer

ભારતીય રિઝર્વ બેંકે દ્વિમાસિક નાણાંકીય નીતિની જાહેરાત કરી – સતત નવમી વખત વ્યાજદરને યથાવત રાખ્યા

ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે..ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં, RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિ-MPC એ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
મે 2022થી સતત છ વાર દર વધાર્યા બાદ ગયા વર્ષના એપ્રિલ મહિનાથી વ્યાજ દર વધારા પર વિરામ મૂકવામાં આવપ્યો હતો. ફુગાવો વૃદ્ધિને ટેકો આપવાના લક્ષ્યાંકને અનુરૂપ રહે તે સુનિશ્ચિત કરવા બેઠકમાં 6માંથી 4સભ્યોની બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણાકીય નીતિ સમિતિની બેઠક 6, 7 અને 8 ઓગસ્ટના રોજ મળી હતી. આગામી MPC બેઠક 7 થી 9 ઓક્ટોબર, 2024 ના રોજ યોજાશે.