ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 1, 2025 2:03 પી એમ(PM)

printer

ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના GDP વૃદ્ધિ અંદાજોને સુધારીને 6.8 ટકા કર્યા

ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના GDP વૃદ્ધિ અંદાજોને સુધારીને 6.8 ટકા કર્યા છે. તેણે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો દર 2.6 ટકા રહેવાનો પણ અંદાજ મૂક્યો છે, જે તેના અગાઉના અંદાજ કરતા ઓછો છે.
આ વર્ષે ઓગસ્ટમાં, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે GDP વૃદ્ધિ 6.5 ટકા અને ફુગાવાનો દર 3.1 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.
આ દરમિયાન, RBIએ વ્યાજ દરો યથાવત રાખ્યા છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે મુંબઈમાં ચાલુ નાણાકીય વર્ષ માટે ચોથી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરી. શ્રી મલ્હોત્રાએ જણાવ્યું કે RBIએ તેનો રેપો રેટ 5.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે નાણાકીય નીતિ સમિતિ (MPC) એ સર્વસંમતિથી પોલિસી રેપો રેટને યથાવત રાખવા માટે મતદાન કર્યું છે અને તટસ્થ વલણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
RBI ગવર્નરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે GST દર તર્કસંગત બનાવવાથી CPI બાસ્કેટમાં ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.