ભારતીય રિઝર્વ બેંક-RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, બેંકો લઘુત્તમ ખાતા બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. ભારતની બીજી સૌથી મોટી ધિરાણકર્તા ICICI બેંકે તમામ ગ્રાહકો માટે માસિક લઘુત્તમ સરેરાશ બેલેન્સની જરૂરિયાત વધારી દીધા બાદ, RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ મુજબ જણાવ્યું.
મહેસાણાના ગોઝારીયામાં નાણાકીય સમાવેશી સંતૃપ્તિ ઝુંબેશ અંતર્ગત ગ્રામ પંચાયત સ્તરીય કાર્યક્રમમાં શ્રી મલ્હોત્રાએ કહ્યું, બચત ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા બેંકો દ્વારા નક્કી કરાશે કારણ કે આ નિર્ણય કોઈપણ નિયમનકારી અધિકારક્ષેત્ર હેઠળ આવતો નથી.
Site Admin | ઓગસ્ટ 11, 2025 7:35 પી એમ(PM)
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, બેંકો લઘુત્તમ ખાતા બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર