ડિસેમ્બર 31, 2025 7:49 પી એમ(PM)

printer

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નરે કહ્યું, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત વિકાસ માટે તૈયાર.

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત વિકાસ માટે તૈયાર છે. તેમણે કહ્યું, અસ્થિર અને પ્રતિકૂળ બાહ્ય પરિબળ હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થાનિક ઉપયોગ અને રોકાણના કારણે ઉચ્ચ વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે.
શ્રી મલ્હોત્રાએ R.B.I.ની નાણાકીય સ્થિરતા અહેવાલ ડિસેમ્બર 2025ની નવી આવૃત્તિની ભૂમિકામાં લખ્યું કે, નાણાકીય સ્થિરતાને જાળવી રાખવા અને નાણાકીય પ્રણાલિને મજબૂત કરવી એ અમારો માર્ગદર્શક સિદ્ધાંત છે.
શ્રી મલ્હોત્રાએ કહ્યું, નીતિ નિર્માતાઓનું સૌથી મહત્વનું યોગદાન એક એવી નાણાકીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું છે, જે મજબૂત અને આંચકાઓ સામે સ્થિતિસ્થાપક હોય, નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં કાર્યક્ષમ હોય અને જવાબદાર નવીનતાને પ્રોત્સાહન આપે.