માર્ચ 20, 2025 9:24 એ એમ (AM)

printer

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ શહેરી સહકારી બેંકોને માહિતી ટેકનોલોજી અને સાયબર જોખમો સામે ખાસ સતર્ક રહેવા સલાહ આપી.

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ શહેરી સહકારી બેંકોને માહિતી ટેકનોલોજી અને સાયબર જોખમો સામે ખાસ સતર્ક રહેવા સલાહ આપી છે. શ્રી મલ્હોત્રાએ જણાવ્યું કે, શહેરી સહકારી બેંકોએ તેમની જવાબદારીઓ પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. તેમણે પસંદગીની શહેરી સહકારી બેંકોના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન આ વાત કહી.આ બેઠકમાં નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ યુનિયન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ લિમિટેડના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠક ભારતીય રિઝર્વ બેંકની તેની નિયંત્રિત સંસ્થાઓ સાથેની બેઠકોની શ્રેણીનો એક ભાગ હતી.