ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે જણાવ્યું હતું કે પહેલી ફેબ્રુઆરીથી તમામ નવા ફાસ્ટેગ જારી કરવા માટે કાર માટે Know Your Vehicle (KYV) કાર્ડ બંધ કરવામાં આવશે. વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે હાઇવે મુસાફરોની સુવિધા માટે અને ફાસ્ટેગ સક્રિયકરણ બાદ પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે જ્યાં ફરિયાદ હશે ત્યાં જ KYV કાર્ડ જરૂરી રહેશે. જો કોઈ ફરિયાદ ન મળે, તો હાલના કાર ફાસ્ટેગ માટે KYV કાર્ડની જરૂર રહેશે નહીં.
Site Admin | જાન્યુઆરી 2, 2026 8:42 એ એમ (AM)
ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે જણાવ્યું પહેલી ફેબ્રુઆરીથી તમામ નવા ફાસ્ટેગ જારી કરવા માટે કાર માટે Know Your Vehicle (KYV) કાર્ડ બંધ કરાશે