ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2025 9:06 એ એમ (AM)

printer

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે આજથી દેશભરના લગભગ એક હજાર 150 ટોલ પ્લાઝા પર ‘ફાસ્ટેગ વાર્ષિક પાસ’ ની સુવિધા શરૂ કરી

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે આજથી દેશભરના લગભગ એક હજાર 150 ટોલ પ્લાઝા પર ‘ફાસ્ટેગ વાર્ષિક પાસ’ ની સુવિધા શરૂ કરી છે.
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં લગભગ એક લાખ 40 હજાર લોકોએ વાર્ષિક પાસ ખરીદ્યો અને ચાલુ કર્યો. મંત્રાલયે જણાવ્યું હતું કે વાર્ષિક પાસ સાથે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે દરેક ટોલ પ્લાઝા પર સત્તાવાળાઓના અધિકારીઓ અને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
ફાસ્ટેગને વારંવાર રિચાર્જ કરવાની જરૂરિયાતને દૂર કરવા માટે ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો છે. જે ત્રણ હજાર રૂપિયાની એક વખતની ખરીદી સાથે શરૂ કરવામાં આવ્યો છે. આ પાસની માન્યતા એક વર્ષ અથવા 200 વાર ટોલ પ્લાઝામાંથી પસાર થતાં સમયે રહેશે. ફાસ્ટેગ વાર્ષિક પાસ માન્ય ફાસ્ટેગ ધરાવતા તમામ બિન-વાણિજ્યિક વાહનો માટે લાગુ પડે છે.