ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 6:55 પી એમ(PM) | અવકાશયાત્રી

printer

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ચોતરફથી લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. મૂળ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના સુનિતા વિલિયમ્સને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ દેશનું ગૌરવ ગણાવ્યા હતા. વતન ઝુલાસણમાં તેમના માટે ધૂન અને ભજનનું આયોજન કરાયું હતું. તેમના કાકા દિનેશ રાવલે કહ્યું કે સુનિતા બાળપણથી જ નીડર અને હિંમતવાન હતી.