ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2024 7:36 પી એમ(PM)

printer

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ઘણા સમયથી ફસાયા છે.

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ઘણા સમયથી
ફસાયા છે. યાંત્રિક ખામીને કારણે તેમનું અવકાશ યાન પૃથ્વી ઉપર પરત આવી શક્યું નથી. જેને
કારણે રાજ્ય સહિત દેશમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.. મહેસાણાના ઝુલાસણ ગામના તેઓ
વતની છે ત્યારે ઝુલાસણ ખાતે નિલકંઠેશ્વર મંદિરમાં ગ્રામજનો દ્વારા એક વિશેષ પ્રાર્થના
યોજવામાં આવી હતી. તેઓ ધરતી પર હેમખેમ પરત ફરે તે માટે ગ્રામજનોએ દેવાધિદેવ
મહાદેવને પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે અખંડ ધૂન અને મહાયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.