એપ્રિલ 1, 2025 2:01 પી એમ(PM)

printer

ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ભારતનાં વધતાં અવકાશ કાર્યક્રમને પોતાનું સમર્થન અને અનુભવ પૂરો પાડવાની ઈચ્છા દર્શાવી

ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ભારતનાં વધતાં અવકાશ કાર્યક્રમને પોતાનું સમર્થન અને અનુભવ પૂરો પાડવાની ઈચ્છા દર્શાવી છે.
આંતર-રાષ્ટ્રીય અવકાશ મથક- I.S.S.ના અભિયાનથી પૃથ્વી પર પર ફર્યાના થોડા દિવસ બાદ ગઈકાલે સંવાદદાતા સંમેલનમાં સુશ્રી વિલિયમ્સે આ વાત કહી હતી.અવકાશથી ભારતને જોવાના પોતાના અદભુત અનુભવની પણ તેમણે વાત કરી. સુશ્રી વિલિયમ્સ ખાસ તો હિમાલયના રમણીય દ્રશ્ય જોઈને મોહિત થયાં હતાં. સુનિતા વિલિયમ્સે ગુજરાત અને મુંબઈને અવકાશથી જોવાનો પોતાના અનુભવનું વર્ણન કર્યું. ભારતીય પિતાનાં પુત્રી 59 વર્ષનાં સુનિતા વિલિયમ્સે ટૂંક સમયમાં પિતાની માતૃભૂમિની મુલાકાત લેવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી