એપ્રિલ 5, 2025 1:58 પી એમ(PM)

printer

ભારતીય મુક્કેબાજ અભિનાશ જામવાલ 2025 વિશ્વ મુક્કેબાજી કપની ફાઈનલમાં બ્રાઝિલનાં યૂરી રીસ સામે રમશે

ભારતીય મુક્કેબાજ અભિનાશ જામવાલ 2025 વિશ્વ મુક્કેબાજી કપમાં પુરુષોના 65 કિલો વજન વર્ગની ફાઈનલમાં પહોંચ્યા છે. બ્રાઝિલમાં રમાનારી આ સ્પર્ધામાં જામવાલે ગત રાત્રે ઈટલીના જિયાનલુઈગી માલાન્ગાને પાંચ શૂન્યથી પરાજય આપ્યો હતો. આજે ફાઈનલમાં જામવાલ બ્રાઝિલનાં યૂરી રીસ સામે રમશે.
દરમિયાન 70 કિલો વજન વર્ગમાં ભારતના હિતેશ અને ઇંગ્લૅન્ડના ઑડેલ કામરા વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે. હિતેશે ગુરુવારે સેમિ-ફાઈનલમાં ફ્રાન્સના માકન ટ્રાઓરે સામે પાંચ-શૂન્યથી જીત મેળવી હતી. આ પહેલા મનીષ રાઠોરે 55 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.