બોક્સિંગમાં, ભારતીય મુક્કાબાજ નિશાંત દેવે ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે સુપર વેલ્ટરવેઇટ મુકાબલામાં 60-54 થી જોસુ સિલ્વાને હરાવીને તેનો બીજો મૂકાબલો જીતી લીધો હતો. તાજેતરમાં જ 24 વર્ષીય ખેલાડીએ આ વર્ષે જાન્યુઆરીમાં પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ રાઉન્ડના સ્ટોપેજ દ્વારા એલ્ટન વિગિન્સ સામે જીત મેળવી હતી. નિશાંતે 2024 પેરિસ ઓલિમ્પિક્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવીને લોકપ્રિયતા હાંસલ કરી હતી જોકે તે મેક્સિકોના માર્કો વર્ડે સામે નજીવા અંતરથી હારી ગયો હતો.
Site Admin | જૂન 16, 2025 7:59 એ એમ (AM)
ભારતીય મુક્કાબાજ નિશાંત દેવે સુપર વેલ્ટરવેઇટ સ્પર્ધામાં બીજો મૂકાબલો જીતી લીધો
