જુલાઇ 10, 2025 8:39 એ એમ (AM)

printer

ભારતીય મહિલા ટીમે યજમાન ઇંગ્લેન્ડને છ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી 3-1 થી જીતી

ક્રિકેટમાં, ભારતીય મહિલા ટીમે ગઈ કાલે રાત્રે એમીરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ચોથી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડને છ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી 3-1 થી જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 126 રન બનાવ્યા હતા.જવાબમાં ભારતે માત્ર 17 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ઓપનર સ્મૃતિ મંધાનાએ 32 અને શેફાલી વર્માએ 31 રનનું યોગદાન આપ્યું હતું. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતે શ્રેણીની શરૂઆત નોટિંગહામમાં 97 રનથી જીત સાથે કરી હતી, ત્યારબાદ બ્રિસ્ટોલમાં 24 રનથી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે લંડન ખાતેની ત્રીજી મેચમાં પાંચ રનની વિજય મેળવ્યો હતો.