ભારતીય મહિલા ટીમે બિહારના રાજગીર ખાતે રમાઈ રહેલી અંડર–20 એશિયા રગ્બી ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલી મેચમાં કઝાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમે બીજા મુકાબલામાં સંયુક્ત આરબ અમીરાત-યુએઈની ટીમને હરાવી હતી. આ મેચમાં કપ્તાન ભૂમિકા શુકલાએ બે, જ્યારે ઉપકપ્તાન તનુશ્રી ભોસલેએ એક ગોલ કર્યો હતો.બીજી તરફ સુમિત કુમાર રાયની આગેવાની હેઠળની પુરુષ ટીમ પાંચમુ સ્થાન મેળવવા કઝાકિસ્તાન સામે રમશે.
Site Admin | ઓગસ્ટ 10, 2025 8:37 એ એમ (AM)
ભારતીય મહિલા ટીમે બિહારના રાજગીર ખાતે રમાઈ રહેલી અંડર–20 એશિયા રગ્બી ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
