ભારતીય મહિલા કુસ્તીબાજ તપસ્યાએ બલ્ગેરિયામાં U20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ 2025માં દેશ માટે પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો. ગઈકાલે, મહિલાઓના 57 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં તપસ્યાએ નોર્વેની ફેલિસિટાસ ડોમાજેવાને 5-2 થી હરાવી.એશિયન U20 ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતાએ ડોલ્ઝોન ત્સિન્ગુએવાને 6-0થી હરાવીને તપસ્યાએ પોતાના અભિયાનની શરૂઆત કરી. ત્યારબાદ, તેમણે ક્વાર્ટર-ફાઇનલમાં ફ્રાન્સની રોમાઇસા અલ ખારોબીને હરાવી. ત્યારબાદ, તેણે સેમિફાઇનલમાં જાપાનની સોવાકા ઉચિડા સામે 4-3 થી મુકાબલો જીત્યો.
Site Admin | ઓગસ્ટ 21, 2025 8:23 એ એમ (AM)
ભારતીય મહિલા કુસ્તીબાજ તપસ્યાએ U20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો
