ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 1, 2025 8:52 એ એમ (AM)

printer

ભારતીય મહિલા કુસ્તીબાજોએ એથેન્સમાં અંડર-17 વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કુલ પાંચ ચંદ્રક જીત્યા.

ભારતીય મહિલા કુસ્તીબાજોએ ગઈકાલે એથેન્સમાં અંડર-17 વિશ્વ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બે સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય સહિત કુલ પાંચ ચંદ્રક જીત્યા.
મહિલાઓની 43 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ભારતીય ખેલાડી રચનાએ ચીનની શીન હુઆંગને 3-0થી હરાવીને પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
ભારતીય ખેલાડી અશ્વિની બિશ્નોઈએ 65 કિલોગ્રામ વજન વર્ગમાં ઉઝબેકિસ્તાનની મુખાય્યો રાખીમજોનોવાને 3-0થી હરાવીને બીજો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
57 કિલોગ્રામ વજન વર્ગમાં ભારતીય ખેલાડી મોનીએ રજત ચંદ્રક જીત્યો. જ્યારે ભારતીય ખેલાડી કાજલે 73 કિલોગ્રામ વજન વર્ગમાં બીજો રજત ચંદ્રક જીત્યો હતો. 49 કિલોગ્રામ વજન વર્ગમાં ભારતીય ખેલાડી કોમલ વર્માએ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગની એનહેલિના બુર્કીનાને 8-3થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.