ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 20, 2024 7:46 પી એમ(PM)

printer

ભારતીય ભૂમિસેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજથી ચાર દિવસ નેપાળના પ્રવાસ માટે રવાના થયા

ભારતીય ભૂમિસેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજથી ચાર દિવસ નેપાળના પ્રવાસ માટે રવાના થયા છે. આ પ્રવાસનો ઉદ્દેશ બંને દેશની ભૂમિસેનાઓ વચ્ચે સૈન્ય સહયોગને મજબૂત કરવો અને સહયોગના આ નવા ક્ષેત્રની માહિતી મેળવવાનો છે. દરમિયાન જનરલ દ્વિવેદીને નેપાળની ભૂમિસેનાના જનરલના માનદ રેન્કથી પણ સન્માનિત કરાશે.
જનરલ દ્વિવેદી નેપાળના રાષ્ટ્રપ્રમુખ રામચન્દ્ર પૌડેલ સાથે પણ મુલાકાત કરશે. તેમજ ભારત અને નેપાળ વચ્ચે સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવા અંગે સંવાદ કરશે. તેઓ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઑલી અને નેપાળના સંરક્ષણ મંત્રી મનબીર રાય સાથે મુલાકાત કરી પરસ્પર હિતોના મુદ્દા અંગે વાતચીત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ