ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2025 2:25 પી એમ(PM)

printer

ભારતીય ભાલાફેંક ખેલાડી નિરજ ચોપરા ગુરુવારે જ્યૂરિખમાં ડાયમંડ લિગ ફાઈનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશીપમાં ભાગ લેશે.

ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નિરજ ચોપરા ગુરુવારે જ્યૂરિખમાં ડાયમંડ લિગ ફાઈનલ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશીપમાં ભાગ લેશે. તેમને ગ્રેનાડાના ઍન્ડરસન પીટર્સ અને જર્મનીના જૂલિયન વૅબર સામે પડકારનો સામનો કરવો પડશે.
બે વખતના ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને વર્ષ 2022માં ડાયમંડ લિગનો ખિતાબ વિજેતા નિરજ ચોપરા વર્ષ 2023 અને 2024માં બીજા સ્થાન પર રહ્યા હતા. તેમણે આ વર્ષે દોહામાં ક્વાલિફાઇંગ સ્પર્ધામાં બીજા સ્થાને રહી 90.23 મીટર દૂર સુધી ભાલો ફેંકી સત્રનું સૌથી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. પૅરિસમાં તેમણે 88.16 મીટર દૂર ભાલો ફેંકને ખિતાબ જીત્યો હતો. નિરજ ચોપરાએ આ સત્રમાં અત્યાર સુધી છ સ્પર્ધામાં ભાગ લીધો અને ચારમાં ખિતાબ જીત્યો છે.
એક દિવસની આ ડાયમંડ લિગ ફાઈનલમાં ખેલાડીઓ 32 સ્પર્ધામાં ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને આવતા મહિને ટૉક્યોમાં યોજાનારી વિશ્વ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં સીધો પ્રવેશ મળશે. નિરજ ચોપરાએ ગયા વર્ષે વિશ્વ ઍથ્લેટિક્સનો ખિતાબ જીત્યો હતો.