ભારતીય બોક્સર દીપાલી થાપાએ ગઈકાલે UAEમાં પ્રથમ એશિયન સ્કૂલ ગર્લ્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ જીત સાથે ભારતે આ સ્પર્ધામાં મહિલા વર્ગમાં સાત મહિલા ખિતાબ જીત્યા છે. . તેત્રીસ કિલોગ્રામ વજન વર્ગમાં દિપાલીએ યુક્રેનની લ્યુડમીલા વેસ્લાચીયેન્કોને પરાજય આપ્યો હતો.
તે જ સમયે, પાંત્રીસ કિલોગ્રામ વજન વર્ગમાં, ભૂમિએ કઝાકિસ્તાનની ખેલાડીને હરાવીને ભારત માટે બીજો ખિતાબ જીત્યો. નિશ્ચલ શર્માએ પણ 37 કિગ્રા વજન વર્ગમાં યુક્રેનની ખેલાડીને હરાવી ભારતનું ત્રીજું ટાઇટલ જીત્યું . 43 કિગ્રા વજન વર્ગમાં રાખીએ યુક્રેનની ખેલાડીને હરાવી ભારત માટે ચોથો ખિતાબ જીત્યો
52 કિગ્રા વજન વર્ગમાં નાયતિકે કઝાકિસ્તાનની ખેલાડીને હરાવી તો 67 કિગ્રા વજન વર્ગમાં ત્રુસાના મોહિત નો વિજય થયો હતો અંતમાં ગુરસીરત કૌરે છેલ્લું ટાઇટલ જીતીને દિવસનું સમાપન કર્યું.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)
ભારતીય બોક્સર દીપાલી થાપાએ ગઈકાલે UAEમાં પ્રથમ એશિયન સ્કૂલ ગર્લ્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે
