ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2025 7:27 એ એમ (AM)

printer

ભારતીય બંધારણના અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિએ કરેલા સંદર્ભ પર સર્વોચ્ચ અદાલત આજે અભિપ્રાય આપશે

ભારતીય બંધારણના અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા સંદર્ભ પર સર્વોચ્ચ અદાલત આજે પોતાનો અભિપ્રાય આપશે. જેમાં બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદાના અભાવે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા ખરડા પર કાર્યવાહી કરવા માટે રાજ્યપાલો પર સમય મર્યાદા લાદી શકાય છે કે કેમ તે અંગે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો.ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઈની આગેવાની હેઠળની બંધારણીય ખંડપીઠે 11 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર તરફથી એટર્ની જનરલ આર. વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા તેમજ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિતના વિપક્ષ શાસિત રાજ્યો તરફથી 10 દિવસ સુધી મૌખિક દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ રાજ્યોએ રાષ્ટ્રપતિના સંદર્ભનો વિરોધ કર્યો હતો.