ફેબ્રુવારી 26, 2025 7:50 પી એમ(PM)

printer

ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહનું આયોજન કરશે

ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહનું આયોજન કરશે. આ સમારોહમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપનારા ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંગઠનોનું સન્માન કરવામાં આવશે. કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલ અને જ્યોર્જ કુરિયન સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સમારોહમાં હાજરી આપશે. આ સમારંભમાં બે શ્રેણીઓમાં પ્રાણી મિત્ર એવોર્ડ અને જીવ દયા એવોર્ડનું વિતરણ કરવામાં આવશે.

પ્રાણી મિત્ર પુરસ્કારો પાંચ પેટા શ્રેણીઓમાં આપવામાં આવશે. આમાં હિમાયત (વ્યક્તિગત), નવીન વિચાર (વ્યક્તિગત), પ્રાણીઓની આજીવન સેવા (વ્યક્તિગત), તેમજ પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને કોર્પોરેટ સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સરકારી સંસ્થાઓ અથવા સહકારી મંડળીઓ માટે નિયુક્ત બે પુરસ્કારોનો સમાવેશ થાય છે.
જીવ દયા પુરસ્કારો ત્રણ પેટા-શ્રેણીઓમાં આપવામાં આવશે, જેમાં વ્યક્તિગત, પ્રાણી કલ્યાણ સંગઠન અને શાળા, સંસ્થા, શિક્ષક અથવા બાળકોનો સમાવેશ થાય છે.