જાન્યુઆરી 21, 2026 10:07 એ એમ (AM)

printer

ભારતીય પોસ્ટ દ્વારા ઉત્પાદનો નિકાસ કરતા લોકો હવે સરકારી નિકાસ લાભો મેળવી શકશે

ભારતીય પોસ્ટ દ્વારા ઉત્પાદનો નિકાસ કરતા લોકો હવે સરકારી નિકાસ લાભો મેળવી શકશે. જેમાં નિકાસ કરેલા ઉત્પાદનો પર ડ્યુટી અને કરમાં માફી અને રાજ્ય અને કેન્દ્રીય કરમાં છૂટછાટનો સમાવેશ થાય છે.અગાઉ, આવા લાભો મોટે ભાગે ફક્ત બંદરો, એરપોર્ટ અથવા ખાનગી કુરિયર સેવાઓ દ્વારા કરવામાં આવતી નિકાસ માટે જ ઉપલબ્ધ હતા.સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું કે, આ પહેલ નિકાસની પોંહચને સરળ બનાવવા અને વિસ્તૃત કરવા તરફ એક મોટું પગલું છે.ખાસ કરીને આનાથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કારીગરો, સ્ટાર્ટ-અપ્સ અને નાના નિકાસકારોને ફાયદો થશે.CBIC દ્વારા જાહેર કરાયેલ સૂચનાઓના અનુસંધાનમાં, આ સુવિધા 15 જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવી છે.