ભારતીય પોલીસ સેવાના હરિયાણા કૅડરના અધિકારી શશાંક આનંદને જમ્મુ ફ્રન્ટીયર માટે સરહદ સલામતી દળના નવા મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે. જમ્મુ ફ્રન્ટીયર જમ્મુથી કઠુઆ સુધીની આંતર-રાષ્ટ્રીય સરહદ સામેલ છે. તેમણે ઑક્ટોબર 2021થી મહાનિરીક્ષક રહેલા ડીકે બૂરાની જગ્યાએ આ પદભાર સંભાળ્યો.
ભારતીય પોલીસ સેવાની વર્ષ 2006ની બેચના અધિકારી શશાંક આનંદને આ વર્ષે જાન્યુઆરીમાં મહાનિરીક્ષક તરીકે બઢતી અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સરહદ સુરક્ષા દળ પર કઠુઆથી અખનૂર સુધી 198 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદની સલામતીની જવાબદારી છે. દળને નિયંત્રણ રેખા પર સેનાની સાથે બીજી સલામતી હરોળ તરીકે પણ તહેનાત કરાયું છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 2:32 પી એમ(PM)
ભારતીય પોલીસ સેવાના હરિયાણા કૅડરના અધિકારી શશાંક આનંદને જમ્મુ ફ્રન્ટીયર માટે સરહદ સલામતી દળના નવા મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે